ડાયરી - સીઝન ૨ - ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ

  • 2.1k
  • 1
  • 1k

શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું, "સાલું, સમજાતું નથી જિંદગીમાં કઈ લાઈન લેવી? આસપાસ જોઉં છું તો એમ થાય છે કે જિંદગીનું સાચું લક્ષ્યાંક તો ગાડી, બંગલા, નોકર, ચાકર, મોજ, મસ્તી, એશ-ઓ-આરામ જ છે અને પુસ્તકો-ગ્રંથો વાંચું છું કે કથાઓ સાંભળું છું તો લાગે છે કે ખરેખર તો ભાવ, ભક્તિ, પ્રેમ, સ્નેહ, કથા, કીર્તન, સેવા, ધ્યાન, પૂજા જ સાચું જીવન છે. ક્યારેક બચ્ચન, તેન્ડુલકર, અંબાણીની લાઇફ સ્ટાઇલ આકર્ષે છે તો ક્યારેક રામ, કૃષ્ણ, વિવેકાનંદના જીવન ચરિત્રો પોતાની તરફ ખેંચે છે." આટલું કહી સહેજ અટકી, ઊંડો શ્વાસ લઈ એણે ગંભીર ટકોર કરી, "બીક એક જ વાતની