ધ સ્કોર્પિયન - પ્રકરણ-90

(61)
  • 3.5k
  • 4
  • 2k

રોહીણી અને રાવલો કુળદેવતાનાં શરણમાં આવ્યાં અને આજે ખૂબ ઉત્સાહીત હતાં. શેષનારાયણે પરચો બતાવ્યો હતો. બંન્ને જણાં ખૂબ શ્રધ્ધાથી બધાં દ્વયો અને ભોગ ધરાવી પૂજા કરાવી રહેલાં. ભોગ માટે લાવેલું તગડું ભૂંડ ક્યાંય નજરે નહોતું ચઢી રહેવું પેલાં વૃધધ સેવક તથા ભૂંડ બધું અલોપ થઇ ગયું હતું. રાવલાને પરચો થયાં પછી જ્ઞાન લાઘ્યું હોય એમ એ સમજી ગયો એણે ઇશ્વરની સામે જોઇને કહ્યું “પ્રભુ હું તમારો સંકેત સમજી ગયો છું. ભોગ માટે મારે કોઇ જીવની હત્યા નથી કરવાની તમે આત્મસ્ફૂરણા કરાવીને સમજાવી દીધું... પ્રભુ આજનાં તમારાં આશીર્વાદથી હું ખૂબ ખુશ છું આજથી પ્રણ લઊં છું કે કોઇ જીવને વિતાડીશ નહી