આઝાદીની લડાઈમાં કચ્છ જ્યારે સમગ્ર દેશમાં ભારત છોડો આંદોલન સ્વતંત્રતાની ચેતનાને જ્વલંત બનાવી હતી અને વંદે માતરમ ના જય ઘોષ સાથે સ્વતંત્રતાની ચળવળ પ્રબળ બનીને પ્રસરી રહી હતી ત્યારે કચ્છ દેશનું એક એવો ભૂખંડ કે જે એક ખૂણામાં આવેલું હોવા છતાં હંમેશા દેશની સાથેસતત તાલ મિલાવતો રહે છે, તો આવી ઉથલપાથલ માં કચ્છ અને કચ્છના વતની કઈ રીતે અપ્રભાવિત રહી શકે? કચ્છના અધિષ્ઠાતા મહારાજા સાર્વભૌમ કહેવાતા કચ્છ ઘણી જાગીરો માં વહેંચાયેલો હતો. 1) રાજાનો પ્રદેશ, 2) ધર્માદા જાગીરના બાર પ્રદેશ, 3 ચારણોના અધિકાર વાળા 44 પ્રદેશ, 4)બ્રાહ્મણો,ગુંસાઈ વગેરેની ભેટમાં મળેલ 5)ઇસ્લામી પીરોનો 25 પ્રદેશ,6) મૂળ જમીનદારોનો 100 પ્રદેશ, 7) શાસકોના