સુંદર દેખાતી છોકરી... પદ્મા મનોમન હસી. લોક હજુ પણ મૂર્ખની જેમ ઊભા હતા. એમના હથિયારો એમના હાથમાં ચુસ્ત પકડેલા હતા. એ ગમે તે પળે હિંસક બની જશે એમ લાગતું હતું. "કેવો સોદો?" લોકમાંથી એકે એની તલવાર હલાવીને પૂછ્યું. એ માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો. પદ્માને લાગ્યું કે એ ખતરનાક છે. “એક સોદો જે આપણને ભાગીદાર બનાવે છે. એ આપણને સહકાર આપશે અને આપણે એમને સહકાર આપીશું.” ભૂપતિ ગૃહની મધ્યમાં આવ્યો, "એ બધા કોઈ પણ જાતના પ્રતિકાર વગર પાળેલા બકરાની જેમ આપણી સાથે આવશે