દશાવતાર - પ્રકરણ 78

(55)
  • 2.6k
  • 2
  • 1.4k

          સુંદર દેખાતી છોકરી... પદ્મા મનોમન હસી.           લોક હજુ પણ મૂર્ખની જેમ ઊભા હતા. એમના હથિયારો એમના હાથમાં ચુસ્ત પકડેલા હતા. એ ગમે તે પળે હિંસક બની જશે એમ લાગતું હતું.           "કેવો સોદો?" લોકમાંથી એકે એની તલવાર હલાવીને પૂછ્યું. એ માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો. પદ્માને લાગ્યું કે એ ખતરનાક છે.           “એક સોદો જે આપણને ભાગીદાર બનાવે છે. એ આપણને સહકાર આપશે અને આપણે એમને સહકાર આપીશું.” ભૂપતિ ગૃહની મધ્યમાં આવ્યો, "એ બધા કોઈ પણ જાતના પ્રતિકાર વગર પાળેલા બકરાની જેમ આપણી સાથે આવશે