સાઈટ વિઝિટ - 26

(12)
  • 1.8k
  • 1
  • 986

26. આપણે છેલ્લાં થોડાં પ્રકરણોમાં આ જોયું. માણસમાં સાહસ પડ્યું જ હોય છે પણ તેને બહાર આવવા માટી ફોડી અંકુર બહાર આવે તેમ સંજોગોની જરૂર પડે છે. સાવ સામાન્ય પ્રોફેશનલ જીવન જીવતો આપણો આર્કિટેકટ નાયક પોતાની હવે સામેથી પ્રેમ કરવા લાગેલી આસિસ્ટન્ટનું અપહરણ થતાં અને પોતાની કાર, પાકીટ, બધું જ ઉપડી જતાં મરણિયો બની કલ્પના બહારનાં સાહસો કરે છે. નાની એવી, ભર જોબનવંતી સુંદર સાથે ચતુર આસિસ્ટન્ટ ગરિમા પણ ખરે વખતે બોસને કારચોરી અને હ્યુમન ટ્રાફિકિંગના ગુનાના આરોપમાંથી પોલીસમાંથી છૂટવામાં મદદ કરે છે. તેઓ છૂટી ગયાં તો પણ કોઈ પોતાના જેવી યુવાન સ્ત્રીને ભોળવી, છેતરીને વેંચવા લઈ જવાતી હોય છે