સાઈટ વિઝિટ - 23

(12)
  • 1.7k
  • 1
  • 952

23. અમારે હવે ફરી દક્ષિણ દિશા પકડી વહાણમાં આવેલાં એ તરફ જઈને આગળ બીજો રસ્તો પકડવાનો હતો. અત્યારે તો પોલીસ ખાનગી વાહનોમાં પાછળ હતી. બારીનો કાચ જંગલી કૂતરાએ સ્ક્રેચ પાડેલો અને સેલોટેપ મારી નાની તડ કવર કરેલી એ સિવાય કાર પરફેક્ટ હતી. પેટ્રોલ પણ હતું. એક જગ્યાએ ટુંકો હોલ્ટ કર્યો ત્યાં પંચરની શોપ નજીક હતી. બોલો, એ પણ કેરાલીની! અમે ચા પાણી કર્યાં. ઘણાં દિવસે ચા પીવા મળી. મારી પાસે હવે પાકીટ હતું પણ પૈસા પેલા ડફ્લી સાથે ગાઈ વગાડી મેળવેલ એ સિવાય નહીં. એ પણ પૂરતા હતા છતાં ત્યાં એટીએમ પરથી થોડા ઉપાડી લીધા. પોલીસોનું બિલ પણ મેં ચૂકવ્યું.