સાઈટ વિઝિટ - 22

(11)
  • 1.8k
  • 1
  • 1k

22 તો મને પોલીસ હોટેલમાં નજરકેદ તરીકે રાખી બહાર ઊભી. અંદર હું માંડ ઊંઘમાં પડેલો. સખત થાકેલો. સતત તાણ, પગમાં પેલી શુળ વાગતાં નીકળેલું લોહી જામી જવું એ બધું એક સાથે રિલેક્સ થયું એટલે મને ગાઢ ઉંઘ આવી ગઈ હતી ત્યાં ડોર નોક કરી મને જગાડ્યો. સામે પોલીસ. પરોઢે ચાર વાગેલા. નીચે મારી ગાડી ઊભી હતી. પોલીસે કહ્યું કે તમારી ગાડી ચોરવાની ફરિયાદ અહીંના વાલીએ પાછી ખેંચાવી છે. ગુમશુદા છોકરીના કેસ માટે તમને બોલાવે છે. મને પેલું 'I have one good, one bad news' જેવું થયું. સારા ન્યુઝ તો મળી ગયા કે મેરી કાર સિર્ફ મેરી હૈ. બીજા ન્યુઝે ચિંતા