સાઈટ વિઝિટ - 20

(13)
  • 2.1k
  • 1
  • 1k

20. ગરિમાનું એ રાતે શું થયું એની વાત પછી મને તેણે જ કહેલી એ તેના શબ્દોમાં કહેવા પ્રયત્ન કરું છું. "સરને પોલીસ હાથકડી વગર એસ્કોર્ટ કરી મારી સામેથી લઈ ગયા. લોકઅપમાં પૂરી દેશે એમ લાગ્યું. ત્યાં કેટલી રાત કાઢશે? કે દિવસો? અહીં તો જામીન પણ કોણ થાય? સર ખુબ પ્રમાણિક માણસ છે. ખાલી ખોટા ભરાઈ પડ્યા. હું પણ સલવાઇ ગઈ છું પણ હું એ મધ્યપ્રદેશની છું જ્યાંથી ઝાંસીની રાણી આવેલી. ફોડી લઈશ મારું. એમ વિચારતી હું બેઠેલી ત્યાં મને વળી બીજા એક કોન્સ્ટેબલ જેવા જનાબ બાવડેથી પકડી બીજા એક રૂમમાં લઈ ગયા. મેં કહ્યું "Don't touch." તો કહે "you whores!