દશાવતાર - પ્રકરણ 77

(56)
  • 2.4k
  • 2
  • 1.5k

          પદ્માએ પહેલીવાર ઇમારતને દિવસના પ્રકાશમાં જોઈ. એ એક વિશાળ ખંડેરનું સમારકામ કરીને ઊભું કરાયેલું માળખું હતું. છતાં કેટલીક બારીઓ ગાયબ હતી અને ઇમારતનો ઉપરનો પચીસ ટકા ભાગ તૂટેલો હતો. એ બહુમાળી ઇમારત હતી એટલે અંદરથી એનો ઉપરનો તૂટેલો ભાગ ધ્યાનમાં આવતો નહોતો.           હું એને શું કહું જે અમારો જીવ બચાવશે? પદ્મા વિચાર્યું એ સાથે જ એના મનમાં ભય જન્મ્યો. દિવસનો પ્રકાશ, બહારના વૃક્ષો અને એની આસપાસના ખંડેર વિસ્તારે એને છેલ્લી ઇમારતની યાદ અપાવી જ્યાં એમણે બધું ગુમાવ્યું હતું. એની આંખો પર પાણીનો પાતળો પડદો રચાયો. એ પડદો બુંદ બનીને એના આંખને ખૂણે ભેગો થયો. એના પિતાના