કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ!

  • 1.9k
  • 632

‘કોમનસેન્સ’ એટલે શું ? કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ થીઓરીટીકલ એઝ વેલ એઝ પ્રેક્ટીકલ !’ કોમનસેન્સ એ એવી ચાવી છે કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ’ હોય. એનાથી ગમે તેવા કાટ ચઢેલાં તાળાં ઊઘડી જાય. નહીં તો આ તો સારાં, નવાં તાળાં હઉ વસાઈ જાય છે ! નઠારામાં નઠારા માણસનું તાળું આપણાથી ઊઘડે તો જાણવું કે આપણી પાસે ‘કોમનસેન્સ’ છે, નહીં તો ‘કોમનસેન્સ’ વગરની બધી વાતો કરે છે. એમાં કશું ય પોતાની સમજણ નથી. ‘કોમનસેન્સ’ વાળો માણસ ‘એવેરીવ્હેર એડજેસ્ટબલ’ હોય. કોઈ ગાળ ભાંડે તેની જોડે ય ‘એડજસ્ટ’ થઈને કહેશે, ‘આવો, આવો, બેસોને!, કશો વાંધો નહીં.’ એટલે કોમનસેન્સ જોઈએ. અને આ તો ‘અક્કલ વગરના છો.’ એવું