કસક - 12

  • 2.2k
  • 1.4k

આરોહી અને કવનની મુલાકાત બે અઠવાડિયે ફરી થઈ.ત્યાં સુધી ના કોઈ આરોહીનો મેસેજ હતો ના ફોન.માત્ર જે દિવસે મળવાનું હતું તેના આગલા દિવસે મેસેજ આવ્યો હતો.જોકે વચ્ચેના દિવસો માં કવન અને વિશ્વાસ હવે પહેલાની જેમ રોજ મળતા હતા.એક બાજુ વિશ્વાસ અને કાવ્યા ની વાર્તા ખૂબ પ્રોગ્રેસ કરી રહી હતી.તે રોજબરોજ કાવ્યા સાથે શું વાતો કરતો હતો તે બધુજ કવનને કહેતો હતો.એમ પણ જો તમે તમારા પ્રથમ પ્રેમની દરેક વાતો તમારા મિત્રને ના કહો તો તમે ખાક પ્રેમ કર્યો કહેવાય.તે કવનને કહેતો તમે માત્ર કામ પૂરતી વાતો કરો છો, કોઈક વખત એમનેમ પણવાતો કરી લો."પણ તે વ્યસ્ત હશે તો?, એમ પણ