રેટ્રો ની મેટ્રો - 9

  • 1.8k
  • 728

ભઈ,રંગીલા રાજસ્થાન નો રંગ તમારા મન પર એવો ચડ્યો કે તમે તો બસ ચઢ્યા છો જીદે કે રાજસ્થાનના જોવાલાયક ઘણા સ્થળો હજુ બાકી છે ત્યાંની સફર કરવી છે રેટ્રો ની મેટ્રો માં .... મિત્રોની વાત તો માનવી જ પડે ને? ચાલો ત્યારે જઈએ ફરી એકવાર રંગીલા રાજસ્થાનની સફરે.....રાજસ્થાની લોકગીત ની છાંટ ધરાવતાં કેટલાં બધાં ફિલ્મી ગીતો છે.એ ગીતો યાદ કરતા કરતા આપણે આવી ગયા blue city જોધપુર,આ શહેરના મોટા ભાગના મકાનો ભૂરા રંગે રંગાયા હોવાથી તે કહેવાય છે blue city. આ શહેરની એક ઓળખ સૂર્ય નગરી પણ છે... આખા વર્ષ દરમિયાન આ શહેરમાં સોનેરી સુરજ ચમકતો રહે છે અને એટલે