દશાવતાર - પ્રકરણ 75

(57)
  • 3.2k
  • 1
  • 1.8k

          એ રાત્રે પદ્માને ફરી એ સપનું આવ્યું. એ માટીથી બનેલા એક મોટા ઘર પાસે ઊભી હતી. એ ઘર એની ઝૂંપડી જેવું જ હતું પણ માટીનું હતું અને ઘર નીચેની જમીન અસ્થિર હતી. એ જે જમીન પર ઊભી હતી એ ધ્રૂજતી હતી.  ભૂકંપ - એની મા બૂમો પાડતી હતી – ભૂકંપ.           શેરીઓમાં લોકો જીવ બચાવવા આમતેમ દોડતા હતા. સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકો બધા જીવ બચાવવા દોડતા હતા. એની મા પાગલની જેમ રાડો પાડતી હતી, “આપણે એની સામે બળવો ન કરવો જોઈએ."            એકાએક બીજો અવાજ પદ્માના કાને પડ્યો, “કારુ ભગવાન