પિતાને મળેલ નવતર જીવન

  • 2.4k
  • 902

"આ બાપને તો નવતર જીવન ત્યારે જ મળે જયારે આ તારો છોકરો થોડો સુધરી જાય, બાકી જીંદગી આખી આ ઢસરડાં તો લખ્યા જ છે. હું પણ હવે સિંતેરએ પહોંચવા આવ્યો છું... "રમણીકભાઈ ફેકટરીનો હિસાબ કિતાબ લખતાં લખતાં ગુસ્સામાં બોલ્યાં. રમણીકભાઈ રોજની ટેવ મુજબ પોતાના સ્ટડી રૂમમાં કમ્પ્યુટર ટેબલ પર હિસાબ કરતા બેઠા હતા. થોડી થોડી વારે પોતાના ચશ્મા આંખ પર ચડાવી રહ્યા હતા. હિસાબ લખતા લખતા રસીલાબેન પર બૂમો પણ પાડી રહ્યા હતા. રસીલાબેન રમણીકભાઈને ચૂપ કરાવતા પોતાની ખુરશી રમણીકભાઈની ખુરશીની નજીક લાવી બોલ્યાં. "ધીમે બોલો મારો કાનો ઊંઘી રહ્યો છે." "આ મારો કાનો મારો કાનો કરીને તે જ ચડાવ્યો