હેલી,યશ અને કાવ્યાનું નાનકડું એડવેન્ચર પૂરું થયું અને ત્રણેય કાવ્યાના ઘરે પહોંચ્યા.કાવ્યાએ ડોરબેલ વગાડ્યો.નિત્યા વહેલા જ ઘરે આવીને રસોઈ બનાવવાની તૈયારી કરી રહી હતી.નિત્યાએ ડોરબેલનો અવાજ સાંભળ્યો એટલે એ દરવાજો ખોલવા ગઈ.દરવાજો ખોલતા જ યશ નિત્યાને પગે લાગ્યો અને હગ કરવા જતો હતો ત્યાં નિત્યાએ એને રોકતા કહ્યું,"રૂક રૂક રૂક બેટા,મારા હાથ ગંદા છે" "ઇટ્સ ઓકે ગર્લફ્રેન્ડ"યશે નિત્યાને હગ કરતા કહ્યું. (યશને નિત્યા સાથે કંઈક અલગ જ લગાવ હતો.યશ નિત્યાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવતો હતો.યશ જેટલો દેવથી ડરીને દૂર દૂર રહેતો એટલું જ કમ્ફર્ટેબલી એ નિત્યા સાથે હતો.નાનપણથી જ યશને નિત્યાની માયા વધારે હતી.કારણ કે યશનો જન્મ થયો ત્યારે દિપાલી અને