Gift

  • 1.7k
  • 616

- : ગીફ્ટ :- બેંગલોરની એક મલ્ટી નેશનલ આઇટી કંપનીની બ્રાંચ ઓફીસમાં મુલાયમ કુશનવાળી રીવોલ્વીંગ ચેરમાં જાજરમાન વ્યક્તિ જમણાહાથે પકડેલ પેન્સિલને તાજાં ખીલેલ ગુલાબની ઝાંય જેવી ખંજનયુક્ત ગાલમાં ટેકવીને છૂટી પડેલ એકલદોકલ મધમાખીના ગુંજારવ જેવું મીઠું ગીત ગણગણતી હતી. સ્પ્લીટ એસીનો મંદ અવાજ અને દર વીસ સેકંડે છૂટતા લેમનટ્રી ફ્રેશનર ના ફુવારા ઓફીસના એટમોસફીયરને કૂલ બનાવીને રહે. “ મે આઇ કમીન મેડમ.” બેંગલોરની બ્રાંચના વાઇસ પ્રેસીડેન્ટ (આઇટી)વૈભવે પરમીશન માંગી. “અરે વૈભવ તું ? અહિ છો? વોટ એ સરપ્રાઇઝ. આઇ કાન્ટ બીલીવ.” મુલાયમ કુશનવાળી ચેરમાં બેસેલ મધુમાલતી ફૂલનો પૂંજ ટહૂક્યો. આ મઘમઘતો બગીચો એટલે નિલિમા. સીલીકોનવેલી, અમેરિકા સ્થિત ‘બ્રેઇન ગ્રો’આઇટી ફર્મના