"વિરાટ....." એના સ્વપ્નમાં કોઈ એનું નામ લઈ એને સાદ દેતું હતું. એણે આંખો ખોલી, "વિરાટ જાગ....." કોઈ એને હલાવતું હતું, "આપણે યુદ્ધ જીતી લીધું છે." એ જાગી ગયો, આંખ ખોલી, આંખો લૂછી અને એની આસપાસ અંધાધૂંધી જોઈ. એના લોકો રડતા હતા, બૂમો પાડી રહ્યા હતા, કેટલાક જમીન પર પડ્યા હતા અને વજ્રના પિતાની ટુકડી લોકોને મદદ કરી રહી હતી. વિરાટ સ્મૃતિ-સ્વપ્નમાંથી બહાર હતો પણ એને સાંભળવામાં તકલીફ પડતી હતી. એની પાંસળીઓમાં પીડા સતત ધબકારા મારતી હતી. એ ઊભો થઈ શકે એમ નહોતો. વજ્ર,