કસક - 11

(12)
  • 2.9k
  • 1
  • 1.8k

બપોરના બે વાગ્યા હતા.શિયાળોનો પ્રકોપ હવે થોડોક ઓછો થઈ ગયો હતો અને ઉનાળો બે એક મહિના દૂર હતો. પણ છતાંય વસંત ઋતુ કહી શકાય, વાતાવરણ કઇંક તેમ હતું. આ તે ઋતુ હતી જે ઋતુમાં વૃક્ષોની સૂકી ડાળીઓ પર નવા પાન આવે છે. જેમાં સાંજ નું વાતાવરણ તમને સારું લાગવા લાગે છે, જેમાં બાગ બગીચાના ફૂલો આછા સૂરજના કિરણોમાં મહેકી ઉઠે છે.  કવન લાયબ્રેરી ની બહાર અને ગેટની થોડીક અંદર સૂરજના આછા તડકામાં ઊભો હતો.કવનના પગની નીચે કેટલાક સૂકા પાન જમીન પર વિખરાયેલા પડ્યા હતા. આજુબાજુ કેટલાક લોકો લાયબ્રેરી માંથી આવી રહ્યા હતા તો કેટલાક લોકો હજી અંદર જઈ રહ્યા હતા.