કાર અકસ્માતનું રહસ્ય

(19)
  • 2.9k
  • 1
  • 1.1k

કાર અકસ્માતનું રહસ્ય -રાકેશ ઠક્કર ગુજરાતના સાપુતારા જતા ઘાટ ઉપર વાહનોની અવરજવર સતત ચાલુ હતી. સાંજ પડતી ગઇ એમ અવરજવર પાંખી થતી ગઇ અને પર્વતોએ રાતની કાળી ચાદર ઓઢી લીધા પછી એકલદોકલ બસ અને કાર આવવા-જવા લાગી હતી. ટ્રક અને ટેમ્પો જેવા કમર્શિયલ વાહનોની સંખ્યા એનાથી થોડી વધુ હતી. રાત્રે પર્વતના ટેકરા- ઢોળાવવાળા રસ્તાઓ પર જોખમ વધુ રહેતું હતું.પ્રવાસીઓ વહેલી સવારથી સાંજ સુધીના સમયમાં એ વિસ્તારમાંથી પસાર થવાનું પસંદ કરતા હતા. જ્યારે વ્યવસાયિક વાહનો માટે રાત્રિનો સમય વધુ અનુકૂળ રહેતો હતો. રાત્રે હોંશિયાર ડ્રાઇવરો જ સાહસ કરતા હતા. આ વિસ્તારમાં કુદરતી વાતાવરણ તન-મનને પ્રફુલ્લિત કરી દે એવું રહેતું હતું. પરંતુ