સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-70

(49)
  • 4.2k
  • 4
  • 2.9k

વીનાં આત્માએજ એને જવાબ આપી દીધો એને આત્મ સ્ફુરણા થઇ અને કોલકતા જવાનો નિર્ણય કર્યો. એને થયું સોહમને મેં મળવાનું કહેલું પણ સોહમ કોઇ બીજીજ દુનિયામાં છે... સોહમ એણે કહ્યાં પ્રમાણે વિધી પણ નહીં કરે.. શું થઇ રહ્યું છે ખબર નથી પડતી. સાવીએ ધ્યાન ધર્યુ અને એની અઘોરશક્તિ કામે લગાડી અને એનાં કોલક્તાનાં રહેઠાણે પહોચી સાવી ઘરની બહાર ઉભી હતી અને એણે સાંભળ્યું એનાં ઘરમાં રોકકળ ચાલી રહી હતી. એનાં પાપા મંમીનાં આક્રંદ કરતો અવાજ આવી રહેલો. સાવીએ ઘરનો દરવાજો ખખડાવ્યો... સાંકળ ખખડાવી થોડીવારે દરવાજો ખૂલ્યો.. એણે જોયુ એનાં માંબાપ રડી રહેલાં. એની માં એ સાવીને જોઇ અને પોતાનાં તરફ