ધ સ્કોર્પિયન - પ્રકરણ-86

(60)
  • 3.6k
  • 5
  • 2.2k

રોહીણીએ આવીને રાવલાનાં કાનમાં કંઇક કહ્યું અને રાવલો ઉશ્કેરાઇ ગયો એણે રોહીણીને કૂબામાં જવા કહ્યું. એ ગુસ્સામાં પણ ઊંડા વિચારમાં પડી ગયો. એ એનાં પિતા રાજા ધ્રુમનને સૂવાડ્યાં હતાં ત્યાં પહોંચ્યો એ હજી સંપૂર્ણ ભાનમાં આવ્યાં નહોતાં. એણે એનાં પિતાનાં બંન્ને હાથ તપાસ્યા પગ જોયાં કોઇ નિશાન નહોતાં... એનો ગુસ્સો ઓગળી ગયો એની આંખ ભરાઇ આવી... એણે તાપસી બાવાને બોલાવ્યાં. તાપસીબાવા આવ્યાં એમણે કહ્યું “ચિંતાનું કોઇ કારણ નથી એમને જે જડીબુટ્ટી આપી છે એની ચમત્કારી અસર થશે હમણાં ભાનમાં આવી જશે પણ રાવલા એક વાત નથી સમજાઇ મને... એમનાં શરીર પર હાથ પગ પર કોઇ નિશાન નથી... મેં એમને બધે