ડાયરી - સીઝન ૨ - હેપ્પી હોલી

  • 2.3k
  • 930

શીર્ષક : હેપ્પી હોલી લેખક : કમલેશ જોષીએક સમજુ કોલેજીયન મિત્રે જાણે કવિતા કહેતો હોય એમ રજૂઆત કરી, "આ માણસ સિવાયના પ્રાણી-પક્ષીઓને કેવું સારું નહીં? આ ચકલીને કંઈ ચિંતા છે ચૂંટણીની? કે આ પોપટને કંઈ ચિંતા છે પરીક્ષાની કે પગારની? આ વાંદરાને વીજળીના બિલની કે આ ગાયને ગેસના બાટલાની કોઈ ચિંતા છે ખરી? આ કૂતરાને કંકોતરીની કે મોરલાને મોંઘવારીની, આ સસલાને સમાચાર કે સીરિયલના સસ્પેન્સની કે પારેવડાને પી.યુ.સી.ની કે વાઘને વીમાની કાંઈ ચિંતા છે? આ ઈગલને ઈ.એમ.આઈ.ની કે સાપને સિલેબસની કે ટાયગરને ટાર્ગેટની કે ફૂલડાંઓને ફી ભરવાની કોઈ ચિંતા છે ખરી? આ માણસ સિવાયના પ્રાણી પક્ષીઓને કેવું સારું નહીં?" એ