લાલજી ઠાવકાઈથી ધીમંત શેઠને કહી રહ્યો હતો કે, "શેઠ સાહેબ આ અપેક્ષા મેડમ આપણાં ઘરમાં આવતાં હતાં તો ઘર કેટલું ભરેલું ભરેલું લાગતું હતું અને તે તમારું કેટલું ધ્યાન પણ રાખે છે તમને એક્સિડન્ટ થયો હતો અને દાખલ કર્યા હતા ત્યારે રાત દિવસ જોયા વગર ખડેપગે તેમણે તમારી સેવા ચાકરી કરી છે અને આ જુઓ તો ખરા આપણાં આ આખા ઘરની તેમણે તો રોનક પણ કેવી બદલી કાઢી છે અને શેઠ સાહેબ એ જ્યારે આપણાં ઘરમાં આવે ત્યારે ઘર એકદમ ભરેલું ભરેલું લાગે છે અને ઘરમાં જાણે આનંદ આનંદ છવાઈ જાય છે મને તો એમનો પ્રેમાળ સ્વભાવ જ ખૂબ ગમે