એક ચા કપ

  • 2.3k
  • 908

એેકવાર પ્રસંગોપાત્ત *ગોંડલ* જવાનું થયું. માર્કેટિંગ યાર્ડમાં મારે ધંધાનુ થોડું કામ હતુ. *આખા ગુજરાતમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ (APMC) વેપારની દ્રષ્ટીએ "સૌથી મોટું" કેન્દ્ર ગણાય છે. ઘઉં, કપાસ, મગફળી, મરચાં, બાજરો મગ ચણા વગેરે બધી જાતના કઠોળ તેમજ ડુંગળી, કેસર કેરી ના વેપારનું મોટું મથક ગણાય છે.* (ઊંઝા કરતાં પણ વધારે મોટું). સવાર ના વહેલો અમદાવાદથી નિકળ્યો હતો એટલે ગોંડલ પહોંચતાં સહેજે સાડાચાર કલાક થઈ ગયા હતા, ગોંડલના એસટી બસ સ્ટેન્ડે ઉતર્યો. અને માર્કેટિંગ યાર્ડ તરફ આગળ ચાલ્યો. હાથ માં બેગ હતી, ને *ચા'* પીવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી. આજુ, બાજુ જોયું, થોડે દુર *સદાનંદ* નામની એક નાની પણ વ્યવસ્થિત