સેલ્ફી

(16)
  • 1.8k
  • 630

સેલ્ફી-રાકેશ ઠક્કર અક્ષયકુમારની છેલ્લા એક વર્ષમાં થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મોમાં 'સેલ્ફી' પાંચમી ફ્લોપ છે. નિષ્ફળતા માટે પોતાને જવાબદાર માનતો અક્ષયકુમાર પોતાની જ વાત પર વિચાર કરતો લાગતો નથી. ફિલ્મોની પસંદગીમાં તે ફેરફાર કરી રહ્યો નથી. કાર્તિક આર્યનની 'શહજાદા' અને અક્ષયકુમારની 'સેલ્ફી' ની નિષ્ફળતામાં કેટલાક મુદ્દા સામાન્ય છે. બંનેના ટ્રેલર દર્શકોને ફિલ્મ જોવા પ્રભાવિત કરી શક્યા ન હતા. બંને રીમેક હતી અને દર્શકો હવે રીમેકથી કંટાળ્યા છે. ઘણા દર્શકો અસલ ફિલ્મો જોઇ ચૂક્યા હતા. તેથી બંનેને દક્ષિણની અસલ ફિલ્મોની સસ્તી રીમેક ગણવામાં આવી છે. બંનેનું હિન્દીકરણ કરવામાં લેખકો માર ખાઇ ગયા.એક પ્રશ્ન વારંવાર કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડને રીમેકની કેમ