બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓ

  • 1.6k
  • 1
  • 502

લેખ :- બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણે ત્યાં બૉર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીને એવી રીતે લેવામાં આવે છે જાણે કે યુદ્ધ લડવા જતો કોઈ યોદ્ધો! વર્ષની શરૂઆતથી જ એને બૉર્ડનાં નામે ગભરાવી દેવામાં આવે છે. જરુર છે એને સમજાવવાની અને સાથ આપવાની."કેમ છો પાયલબેન? આવો આવો. આજે આ બાજુ ભૂલા પડ્યાં?" પોતાનાં ઘરે આવેલાં પાયલબેનને જોઈને સંધ્યાબેને તેમને આવકાર્યા. "બસ, જુઓ એકદમ મસ્ત છું. આ તો તમારી દીકરી આ વર્ષે દસમા ધોરણમાં છે એટલે મળવા આવી. એને શુભેચ્છાઓ આપતી જાઉં. ક્યાં છે એ? બોલાવો એને." સંધ્યાબેને પોતાનાં આવવાનું કારણ જણાવ્યું."હમણાં જ બોલાવું છું.""પ્રિયા, બહાર