હમદર્દ..... તારા પ્રેમ થકી... - 32. બ્રેકિંગ ન્યૂઝ...

  • 1.9k
  • 1
  • 952

અન્વેશા મલિક આજે સવાર થી સતત કોઈના સાથે ફોન માં હતી. તેની સામે ફોન માં કોઈની દલીલો સતત ચાલુ હતી.અને તે કોઈને સતત મનાવી રહી હોઇ તેવું લાગી રહ્યું છે આ જોઈ અર્જુન ને તેની વાત સાંભળવા માં રસ પડ્યો. કારણ કે અન્વેશા મલિક કોઈને મનાવતી તો ન હતી કે આજીજી કરતી ન હતી. આજે તે આટલી ધીરજથી કોઈને સમજાવી રહી છે ત્યારે ચોક્કસ સામે કોઈ તેના ટક્કરનું હશે અને વળી વાત પણ અન્વેશા માલિકના કામની હશે તે તો નક્કી " બસ તુ હવે થોડી શાંતિ રાખ મેં જે પ્લેન વિચારેલો છે તેમાં કામ કરવાનો સમય આવી ગયો છે; અને