રવિરાજ અને ઉમંગ ની ગિરફતારી સાથે આશ્રમના કેસનો પણ ફેસલો થઈ ચૂક્યો હતો ગુનેગાર અત્યારે જેલમાં હતો સ્વરા એ જે વચન આશ્રમ ના લોકો ને આપ્યું હતું, તે પૂર્ણ થઈ ચૂક્યું હતું. કોર્ટની બહાર નીકળતા જ સારિકા અને તેના દીકરા માટે એક નવો દિવસ હતો તે ફરીને હવે ઇન્દોર શહેરની બિઝનેસ ટાયકૂન હતી હા, રવિ રાજ અને ઉમંગ ના લીધે તેના બિઝનેસને ઘણો ફટકો પડ્યો હતો પરંતુ બધું યોગ્ય કરવામાં સારિકા સક્ષમ હતી કોર્ટની બહાર નીકળતા હતા એક અજાણ્યો અવાજ સારીકા ના કાનમાં પડ્યો આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ સારીકાના માતા પિતાનો હતો. સારિકા ના પ્રેમ લગ્ન પછી તેના