હમદર્દ..... તારા પ્રેમ થકી... - 20.આઝાદી

  • 1.6k
  • 1
  • 802

ઝાકીર ની શાદી અગાઉ ના સતત દસ મહિના સુધી ડોક્ટર લોડના અંદર ટ્રેનિંગ અને હવે ડોક્ટર જોન્સ સાથે સ્વરાની પ્રેક્ટિસ પૂર જોષ ચાલી રહી હતી અને તેને તેની મહેનત નું ફળ પણ મળી રહ્યું હતું કારણ કે સ્વરા પહેલેથી જ પોતાના કાર્ય અને પોતાના સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠાવાન હતી . બાલાજી હોસ્પિટલ ભલે એક નાનું પાયદાન હતું. પરંતુ સ્વરા એ ત્યાં કરેલી મહેનત સામાન્ય ન હતી અને હવે તેની આજ નિષ્ઠા અને તેનું કંઈક કરી બતાવવાનું જૂનુંન ડોક્ટર જોન્સ જોઈ રહ્યા હતા . દિવસ રાત જોયા વગર સ્વરા સતત પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી હતી આ બાજુ યશ પણ પોતાના