દશાવતાર - પ્રકરણ 71

(60)
  • 3.5k
  • 1
  • 2k

          જગપતિના શબ્દો સાંભળતા જ વિરાટના ઘૂંટણ નબળા પડી ગયા. એક પળમાં એ સાવ ભાંગી પડ્યો પણ બીજી જ પળે પદ્મા અને બસો ત્રીસ લોકોના મૃતદેહ એની આંખો સામે તરવરવા લાગ્યા અને એના મગજમાં લોહી ધસી આવ્યું. એણે આંખો અને હૃદયમાં ગરમી અનુભવી. એની આંખોની પાછળ એક પીડા ધબકવા લાગી અને એની આંખોના ખૂણા ભીના થઈ ગયા.           એના લોકો મરી ગયા - બસો ત્રીસ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. એની પાસે હવે કોઈ વિકલ્પ નહોતો – એને હવે કોઈ ભય નહોતો. એ એના લોકોને જોવા માટે પાછો ફર્યો - એમની આંખોમાં આતંક હતો.