"હું દેવતાઓ સામે લડવા તૈયાર છું." વિરાટે એના તાલીમી મિત્રો સાથે ગર્જના કરી. ટૂંક સમયમાં બાકીના તાલીમીઓ કુહાડી, કોદાળી અને ત્રિકમ લઈને એના લોકોના ટોળા સાથે એમની સાથે જોડાયા. એ રાત બળવાની શરૂઆત હતી. અનેક શૂન્યો તાલીમીઓના કહેવા પર સ્ટેશન તરફ શહીદી વહોરવા આગળ વધી રહ્યા હતા. કોઈએ પોતાનું હથિયાર આકાશ તરફ ઊંચું કર્યું અને ગર્જના કરી, “સાંભળો નિર્ભયો! સાંભળો દેવતાઓ. અમે આવી રહ્યા છીએ!" અને આ રીતે બૂમો પાડતા અને ગર્જના કરતા એ અંધકારમાં આગળ વધતા હતા. અંધકાર એટલો ઘેરો હતો કે એમના શરીર ભાગ્યે જ દેખાતા હતા. હવા ધૂળથી ભરાઈ ગઈ