આપો‌ તો દાતાર આપે

  • 2.1k
  • 672

દિવાળી ના દિવસો નજીક હતાં બજારમાં પણ‌ રોનક હતી. દરેક દુકાનો હોટલો મોટા મોટા મોલને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. ખરીદી એને વેચાણ માટેના નાના મોટા સ્ટોલ પણ લાગેલા. ચારે બાજુ માનવ મહેરામણ દેખાતો હતો. એ સમયે પ્રાઈવેટ કંપનીમાં કામદારો કંપનીમાં બોનસ ની રાહમાં બેઠાં હતાં.પણ ઘણી બધી કંપનીઓ આવી પ્રથાઓ ને બંધ કરી દિધી છે. એ સમયે અમારી કંપની વિશાખા ગૃપમાં એક સારું પાસું કે દરેક તહેવારોમાં નાનાં થી માંડીને મોટા મેનેજર લેવલના કર્મચારીઓ ને નાની મોટી ભેટ સોગાદ આપતા હોય છે. હોળીના પ્રસંગે રંગ સાથે ધાણી હાયડા