એમણે કેનાલની શાખા ફૂટે ત્યાં બેસીને થોડોક આરામ કર્યો. કોઈએ ખાવાનું ન માંગ્યું પરંતુ સરોજા અને પદ્માએ એમને ફૂડ પેકેટસ આપ્યા અને ખાવા માટે દબાણ કર્યું. ખોરાક પ્લાસ્ટિકની થેલીઓમાં હતો એટલે કેનાલના પાણીની એના પર કોઈ અસર નહોતી થઈ. એ હજુ ખાવા લાયક હતો. ખાઈને થોડો આરામ કર્યા પછી એ ડાબે વળ્યા. પદ્માને આશા હતી કે ત્યાં કોઈ શહેર હશે જ્યાં પાણી પહોંચાડવા માટે ડાબી બાજુએ એક શાખા બનાવવામાં આવી હશે. એમને ખબર નહોતી કે એ ગરમ હવાના પ્રવાહમાં અને દજાડી નાખે એવી રેતમાં કેટલો સમય ચાલ્યા હતા પરંતુ જ્યાં સુધી એક શહેરની