જુના જમાનાની જાન જુના જમાનાની જાન આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ.......એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે ઘોડા ઉંટ નો ઉપયોગ થતો, અને માલસામાન લઈ જવા લાવવા બળદનો ઉપયોગ થતો, સામાન્ય રીતે બળદ ગામડાના જીવન સાથે વણાઈ ગયેલું એક અંગ બની ગયેલું.કેમ કે ખેતી કરવા જેહોં(શાંતિળું) બળદથી હાલતું અને જ્યારે મોલ ઉગીને વઢાય પછી માલ ખળામાં લઈ જવા માટે પણ એ જ બળદનું ગાડું ઉપયોગમાં લેવાતું, અને માલ તૈયાર થઈ ગયા બાદ શાહુકારને ત્યાં પહોંચા