સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-67

(59)
  • 4.5k
  • 6
  • 2.7k

સાવી મંદિરનાં પગથીયે આવીને બેસે છે એનું સૂક્ષ્મ મન શાંત નથી એ પ્રાર્થના કરી રહી છે એણે કહ્યું “માઁ મૃત્યુ પછીતો બધુ છૂટી જાય છે પછી હજી શેનો મોહ કરુ છું ? જીવ જીવથી બંધાયો છે મારો સાચી વાત છે પણ આ પ્રેત થયેલો જીવ તો ભટકતો રહેવાનો.... જેની સાથે જીવ જોડ્યો છે એ જીવ જીવંત છે મારે મારાં સ્વાર્થ કે સાથ માટે એને મૃત્યુને વશ નથી કરવો પણ એતો જીવનનાં ભોગ તરફ આગળ વધી રહ્યો છે શું અધોરીજીએ એને એવો આદેશ આપ્યો ? આપ્યો તો આપ્યો પણ એની પાછળ શું કારણ ?” ત્યાં એનો એનાં ભટકતાં આત્માનો અવાજ સંભળાયો