કસક - 5

(13)
  • 3.5k
  • 2.1k

ચેપ્ટર-૫ કવન જ્યારે રૂમ માં પહોંચ્યો ત્યારે વિશ્વાસ હજી નહોતો આવ્યો.તેને થયું કે કદાચ હજી કોઈ નહિ આવ્યું હોય.તે તેના રૂમની બાલ્કની માં ગયો અને ત્યાં રહેલ ખુરશીમાં બેસી ગયો.તે મનમાં જ વિચારતો હતો કે કેટલી સુંદર સવાર હતી, આ સવાર વિશે પોતે કઇંક લખવું જોઈએ.ત્યારે એકાએક તેને યાદ આવ્યું કે ગાર્ડનમાં તેણે આરોહીનો હાથ પકડી લીધો હતો આટલી હિંમત તેનામાં ક્યાંથી આવી?, તે મનમાં જ પોતાનાં પર હસતો હતો. થોડીકવાર માટે કવન દીર્ધ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાંજ કોઇકે બહારથી બેલ માર્યો.કવને બે બેલ સુધી તો સાંભડયું નહીં પણ પછી તેને ખ્યાલ આવ્યો કે કોઈક ક્યારનું બેલ મારી રહ્યું