દશાવતાર - પ્રકરણ 64

(69)
  • 3.2k
  • 3
  • 1.5k

બીજી સવારે ગુરુ જગમાલે સંદેશવાહકોને બોલાવ્યા અને પંચના દરેક સભ્યને બોલાવવા મોકલ્યા. એ દીવાલ આ તરફ સભા બોલાવવાની સામાન્ય વિધિ હતી. જ્યારે સભા ભેગી થતી હતી ત્યારે બધા સંદેશવાહકો દરેક ઝૂંપડીએ સંદેશો પહોચાડતા  અને દરેક ઝૂંપડીમાંથી એક વ્યક્તિ સભામાં આવતી. દીવાલ આ તરફની સભામાં પાંચ વૃદ્ધો પંચ તરીકે બેસતા અને કોઈપણ વિવાદ પર બંને તરફની દલીલો સાંભળીને ફેસલો સંભળાવતા. દીવાલ આ તરફના લોકો જાણતા નહોતા કે તેઓ હજારો વર્ષો પછી પણ આઝાદી પહેલાના પંચાયતી રાજ મુજબ નિર્ણયો લેતા હતા. તેઓ દક્ષાને ગઈ રાતે ગુરુ જગમાલના ઘરે લઈ ગયા હતા. સુબોધ તેની માતા અને કૃપાને ગુરુની ઝૂંપડીએ લઈ આવ્યો હતો. દક્ષાને ખાસ્સું એવું વાગ્યું