મેઘનાબહેન દ્વારા અચાનક પૂછાયેલ પ્રશ્નથી લીલા અવઢવમાં મૂકાઈ ગઈ કે તે શો જવાબ આપે. એક તો તેણે રામજીને પોતાનાં મૃત પતિનાં દૂરનાં સગા અને મિત્ર તરીકે જ જોયો હતો. એ રીતે રામજીને તે દિયર સમ માનતી અને કૉલેજનાં આ અજાણ્યા વાતાવરણમાં પોતાનો પથદર્શક સમજતી. તેને રામજી વિશે આવો વિચાર તો સ્વપ્નમાંયે આવ્યો ન હતો. તેણે હાલની મૂંઝવણ ટાળવા મેઘનાબહેનને કહ્યું, "કાકી, માર માબાપ જ નંઈ માને. અમાર તિયાં વિધવાનું લગન તો બીજવર, મોટી ઉંબરના, વસ્તારવાળા જોડે જ થાઈ. માર તો માબાપ કિયે એ જ જગાએ પૈણવાનું. માર મેઘજીને ભૂલવો ના ઓય તોય ભૂલવો જ રયો. પણ જંઈ હુધી એ વાત