કસક - 3

(13)
  • 3.8k
  • 2.3k

ચેપ્ટર-3કવન અને વિશ્વાસ બંને પોતાનો સામાન લઈને સ્ટેશન ઊભા હતા.આખરે તે દિવસ આવી જ ગયો જે દિવસ ની રાહ જોવાતી હતી.સ્ટેશન પર ભીડ બહુ ઓછી હતી કારણકે ટ્રેન રાત ની હતી.કવન અને વિશ્વાસ બંને ખુબ વહેલા પહોંચી ગયા હતા. અંકલ સુહાસ અને તેમના મિત્રો ઘરે થી નિકડી ગયા હતા, તેમને પહોંચવામાં હજી થોડીક વાર હતી. કવન અને વિશ્વાસ બંને એ સ્ટેશન પર રહેલી એક નાની ચાની કિટલી માંથી ચા પીતા હતા. બંને ના કપમાં રહેલી ચા પૂરી થતાંની સાથે અંકલ સુહાસ રેલવેસ્ટેશન ના ગેટમાં પ્રવેશ્યા તેમની બાજુમાં તેમના પત્ની આરતી બહેન અને અંકલ સુહાસના એક ખાસ મિત્ર નીરવભાઈ આવી રહ્યા