મેઘનાબહેનને લીલાનું મન નાણી જોવાની આ સુંદર તક આજે જ મળી ગઈ. તેની ગૃહસજાવટ કળાનાં વખાણ કર્યાં, "બેટા, તું તો કૉલેજની નોકરીની સાથે-સાથે ઘરનાં કામકાજ અને સજાવટમાંયે ખૂબ હોંશિયાર છે." "કાકી, ઉં તો માર મા ને માસી જેવી જ ઉતી, હાવ ભોટ. પણ, મેઘજીએ મને હંધુયે હીખવાય્ડું. એને બોવ જ ગમે ભરેલાં કપડાં, તે કૉલેજની જ એક રક્સામેડમ છે, એમને કયલું મને હીખવાડવા. તે બેન બી બોવ હારાં. કૉલેજ પસી મને એમના કવાટરમાં બોલાવે. ઉંય તે વળી હાંજનું રાંધીન એમને ઘેર જાઉં. તે મને રંગબેરંગી દોરાથી કેટલાય ટાંકા ભરતા હીખવાય્ડાં. હવે તો ઉં રોજનાં તૈણ-ચાર રૂમાલ ભરી લેઉં." બોલતાં બોલતાં