સવાઈ માતા - ભાગ 8

(13)
  • 3.3k
  • 2.4k

લીલાએ અહોભાવથી મેઘનાબહેન અને સમીરભાઈને આવકાર્યાં, "આવો, આવો, કાકા, કાકી. આજ લગી તમારું નામ હોંભળેલું. આજ તો જોવાનો ન મલવાનો બી અવસર મયલો, ને રમલી, મારી બુન, તારી પરગતિ જોઈન તો ઉં બોવ જ ખુસ થેઈ ગેઈ." લીલાએ બારણામાંથી અંદરની તરફ ખસીને બધાંને આવકાર્યાં. તેણે કૉલેજનાં સમય દરમિયાન પહેરવાનો થતો આસમાની અને ઘેરા ભૂરા રંગનો પંજાબી સૂટ બદલીને તેનાં વૈધવ્યની ઓળખ એવી સફેદ, સુતરાઉ સાડી પહેરી લીધી હતી. ઓરડો નાનો જ હતો તેથી અંદર બેઠેલાં રમીલાનાં માતાપિતાની નજર પણ તેઓ ઉપર પડી અને તેમનાં ચહેરા ઉપર નિર્ભેળ સ્મિત પ્રસરી ગયું. રમીલા અને સમીરભાઈ સાથે મેઘનાબહેન અંદર પ્રવેશ્યાં. ચારેકોર નજર ફેરવતાં