"શરમાયા વગર સાચું કેજો આવુ થાય છે? "આપણી તો હા...૫૦ થી ૬૦ વર્ષ પછીની જીંદગી ની વાસ્તવિકતા...પત્નિની પતિને સુધારવાની જીદ ચરમસીમાએ હોય છે.તેમાંય જો બાળકો મોટા થઈ ગયા હોય, પતિ પત્નિ એકલાં રહેતા હોય તો ભોગ મર્યા...આ કોઈ એકલાનો પ્રશ્ન નથી...સમગ્ર સમાજને લાગુ પડે છે...સવાર પડે ને...ઉઠો મારે ચાદર ખંખેરવી છે, વહેલા ઉઠવાનું રાખો.બ્રશ કરતી વખતે સિંન્કનો નળ ધીમો રાખો, નીચે ટાઈલ્સ પર છાંટા ઉડે છે.ટોયલેટમાંથી નીકળીને પગ લુછણીંયા પર પગ લુંછો. તમે આખા ઘરમાં રામદેવ પીરના ઘોડા જેવા પગલાં પાડો ને સાફ મારે કરવા પડે.પોતું કરેલું છે, ગેલેરીમાં ના જતા વરસાદના છાંટા પડેલા છે, પાછા પગ ભીના લઈને રૂમમાં