મારી લાડકી કુંવરી ઘરમાં આવે એટલે ઘર ધમધમી ઉઠશે,. ઈશ્વર કૃપાથી બે સુંદર બાળકો છે. દીકરી પહેલી તેથી આંખનો તારો. આખા ઘરમાં બધે અડકવાની તેને પરવાનગી મળી છે. દાદીને પૂછવાનું પણ નહીં. વર્ષોથી સાચવેલા ખજાના પર તેનો હક. હવે ઉનાળાની રજાઓ હતી. દાદી પાસે અઠવાડિયું રહેવા આવી હતી. ખૂણામાં પડેલો પટારો આજે ખોલવો પડ્યો. પૌત્રીએ જીદ કરી દાદીમા, આ પટારામાં શું છે? મારે જોવું છે. હવે આંખની કીકી જેવી આ વહાલી દીકરીને શું કામ નારાજ કરવી. ખોલ્યો અને અંદરથી આળસ મરડીને મારી બધી સ્મૃતિઓ મને ઘેરી વળી. પટારો કોને ખબર ક્યારે છેલ્લે ખોલ્યો હતો. ભંડારિયામાં હતો એટલે ધુળ તો નહોતી