સવાઈ માતા - ભાગ 1

(28)
  • 11.7k
  • 7.4k

મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી રહ્યો હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ઓફિસ જવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું, 'આજે તું નહાઈને આપણાં