'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 35-36 (સંપૂર્ણ)

  • 4k
  • 1
  • 1.5k

35 -     સુન્ના સુન્ના ! ગાડી રોકો. મને ઉબકા આવી રહ્યા છે. ગાડી ઊભી રહી ગઈ છે. ધૂળના વાવાઝોડામાં જ નીચે આવીને બેસી ગઈ છું. -      શું થયું ? એક એક કરીને પાછળ આવતી બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે. ના. ઠીક છે હવે. નીકળી ગયું બધું દુખ. નિકળીએ ? લોકો આવતી વખતે બીમાર પડે છે, હું જતી વેળાએ.... કોઈ દસ કિલોમીટર ગયા છે. ફટાક ! ટાયર ગયું.... બધાં આવીને ઘેરી વળ્યા છે. કાફલો રોકાઈ ગયો છે. -     કંઈ નથી, ટાયર છે, બદલી નાખું છું. સુન્ના ટાયર બદલી રહ્યો છે. અમે ચારે એકબીજાને જોઈ રહ્યાં છીએ. ક્યાંક એ પથ્થર... દસ