ડાયરી - સીઝન ૨ - ભંગાર

  • 1.6k
  • 694

શીર્ષક: ભંગાર ©લેખક: કમલેશ જોષીબારમું ભણતા ત્યારે એકાઉન્ટમાં ઘસારાનું ચેપ્ટર ભણાવતી વખતે અમારા સાહેબે મિલકતનું અંદાજીત આયુષ્ય અને ભંગાર કિંમત જેવા શબ્દો વાપર્યા કે તરત જ અમારા પેલા ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવના મિત્રની આંખો ચમકી ઉઠી. અમે સમજી ગયા. આજે ફરી અમારી નસો ખેંચાવાની હતી. બ્રેક ટાઈમમાં એણે શરુ કર્યું: "‘માણસનું આયુષ્ય’ તો સાંભળ્યું હતું, ઇવન પશુ પક્ષીઓના આયુષ્ય વિષે પણ સાંભળ્યું હતું પણ નિર્જીવ મિલકતનું આયુષ્ય! વિચિત્ર કહેવાય નહિ? માણસનું આયુષ્ય પૂરું થાય પછી એ મૃત્યુ પામે એમ શું મિલકતોનું પણ ‘રામ નામ સત્ય’ થઈ જતું હશે?" એણે હસતા હસતા અણી ખૂંચાડી. અમે સમજાવવા પ્રયત્ન કર્યો: "ચપ્પલની જોડી પણ