વસુધા - વસુમાં - પ્રકરણ-90

(40)
  • 2.6k
  • 3
  • 1.2k

વસુધા-વસુમાંપ્રકરણ-90 મહીસાગરનાં અવાવરૂ કોતરની ઝાડીમાં ચાર ઓળા બેઠાં હતાં. અંધારૂ ઘોર છવાયું હતું. ત્યાં કોઇ હલચલ કે અવાજ નહોતા. દૂર મહિગરનાં જળ વહેતાં હતાં એનો અવાજ આવી રહેલો. નિશાચર પ્રાણીઓનાં ક્યાંય ક્યાંક અવાજ બીહડમાં સંભળાઇ રહ્યાં હતાં. મોટાં મોટાં ઊડાં ઊડા કોતરોમાં કાળીયાની ટોળી ઉતરી ગઇ હતી. એક ઝાડીમાં આશરો લીધો. કાળીયાએ કહ્યું “અહીં કોઇ નહીં આવી શકે. ધોળે દિવસે અહીં કોઇ માણસ નથી આવી શકતો એવી ભયાનક કોતરો છે આ રાત્રે તો કોણ આવે ?” ત્યાં એનો સાથીદાર પક્લો બોલ્યો “પણ અહી સાપ, નાગ, દીપડા ફરતાં હોય છે પકડાઇ જવાનાં ડરે અહીં આવ્યાં પણ કોઇ કરડીને આપણો જીવ ના