હાસ્ય લહરી - ૮૧

  • 4.7k
  • 1.2k

ઘટમાં ચૂંટણી થનગને મતપત્ર વીંઝે પાંખ..! ઇસ દેશકે હમ વાસી હૈ જહાં કભી ખુશી કભી ગમ હૈ પોલ્યુશનકી મહેરબાની દેખો કભી ખાંસી કભી દમ હૈ નેતાઓને મતદાર જનમ આપે, ને મા-બાપ આપણને જનમ આપે એટલો જ ફેર..! દીકરો મા-બાપનો નહિ થાય એમ નેતા જનતા જનાર્દનના નહિ થાય તો માથામાં ખીલો ઠોકી દીધો હોય એમ ચીસ પાડીને 'હોઓઓહાઆઆ' નહિ કરવાની..! મા-બાપ કેવાં સેટ થઇ જાય, એમ સેટ થઇ જવાનું..! એકવાર બોડી-મસલ્સ બને પછી, એમને લાંબી બાંયના ખમીશ ફાવે જ નહિ, મસલ્સ દેખાય નહીને..? ચૂંટણીની પણ શું બોલબાલા છે..? જ્યારથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું, ત્યારથી શ્રીશ્રી ભગામાં પણ વસંત ફૂટી છે બોલ્લો..!