સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-62

(57)
  • 4.4k
  • 4
  • 2.6k

સોહમ આદેશગીરી બાબાને એક ચિત્તે ધ્યાનથી સાંભળી રહેલો એક એક શબ્દ એમનો એનાં મનમાં ઉતરી રહેલો સમજી રેહલો એને આનંદ હતો કે છેવટે આદેશગીરી બાબાએ એમનાં શિષ્ય તરીકે મને સ્વીકાર્યો મને આદેશ આપી જવાબદારી સોંપી.. શું હશે મારો ગત જન્મ ? શું સાવી સાથે મારો.. અનેક પ્રશ્નો હતાં અને બાબાએ જેવી વિદાય લીધી બધી માયા સંકેલાઇ ગઇ એક વાવાઝોડું આવ્યું પવન ફૂંકાયો અને સોહમની આંખ સામેથી બધુ અલોપ થઇ ગયું. સોહમે જોયું તો એ દાદર રેલ્વેસ્ટેશન પર બેઠો છે સાંજનાં 6.00 વાગ્યા છે સ્ટેશન પર ખૂબ ભીડ છે અને એ એકલો એક બાંકડા પર બેઠો છે. સોહમે આંખો ચોળી... બધે